member image

ગુજરાતી માધ્યમ વિભાગ

આચાર્યશ્રીનો સંદેશ

નમસ્તે અને હાર્દિક સ્વાગત છે.

અમારી શાળાની અધિકૃત વેબસાઇટ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા મને અત્યંત આનંદ અને ગૌરવની અનુભૂતિ થાય છે.અમારો મુખ્ય ધ્યેય માત્ર પુસ્તકિય જ્ઞાન આપવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવાનો છે. અમે એક એવું વાતાવરણ પૂરું પાડવા માટે કટિબદ્ધ છીએ જ્યાં દરેક બાળક પોતાને સુરક્ષિત અનુભવે, તેની જિજ્ઞાસાવૃત્તિ ખીલે અને તે પોતાના સ્વપ્નોને સાકાર કરી શકે. આજના ઝડપથી બદલાતા યુગમાં, અમે વિદ્યાર્થીઓમાં ગુણવત્તાસભર શિક્ષણની સાથે નૈતિક મૂલ્યો, શિસ્ત, આત્મવિશ્વાસ અને સામાજિક જવાબદારીની ભાવના કેળવવા પર વિશેષ ભાર મૂકીએ છીએ. ઉત્સાહી શિક્ષકોની અમારી ટીમ અને આધુનિક ભૌતિક સુવિધાઓ દ્વારા અમે દરેક બાળક ક્ષમતા મુજબ શ્રેષ્ઠ દેખાવ કરી શકે તે માટે સતત પ્રયત્નશીલ છીએ.

ગુણવત્તાસભર શિક્ષણની સાથે નૈતિક મૂલ્યો, શિસ્ત, આત્મવિશ્વાસ અને સામાજિક જવાબદારીની ભાવના કેળવવા પર વિશેષ ભાર મૂકીએ છીએ. ઉત્સાહી શિક્ષકોની અમારી ટીમ અને આધુનિક ભૌતિક સુવિધાઓ દ્વારા અમે દરેક બાળક ક્ષમતા મુજબ શ્રેષ્ઠ દેખાવ કરી શકે તે માટે સતત પ્રયત્નશીલ છીએ.શાળા અને વાલીઓ વચ્ચેનો સહયોગ બાળકના ઉજ્જવળ ભવિષ્યની પાયાની ઈંટ છે. આપ સૌ વાલીઓનો સતત મળતો સહકાર અને વિશ્વાસ જ અમારી સાચી શક્તિ છે.

આવો, આપણે સૌ સાથે મળીને આપણા બાળકોના સુવર્ણ ભવિષ્યનું નિર્માણ કરીએ.

ધન્યવાદ!

member image

આચાર્યશ્રીનો સંદેશ

“જ્ઞાનથી પ્રગતિ, સંસ્કારથી સમૃદ્ધિ અને ગુણવત્તાસભર શિક્ષણથી ઉજ્જવળ ભવિષ્ય” — આ ધ્યેયને સાકાર કરવા માટે અમારી શાળા એક સદીથી સતત પ્રયત્નશીલ છે.આ સુવર્ણ કાળની સાક્ષી અને સહભાગી બનવા માટે હું ગૌરવ અનુભવું છું.

વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે વિવિધ શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. સુંદર શૈક્ષણિક વર્ગખંડ, રમતગમત તથા પ્લે એરિયા તેમજ નિઃશુલ્ક પરિવહન,ગણવેશ અને ઈતર શૈક્ષણિક સુવિધાઓ દ્વારા બાળકોને શીખવા અને પોતાની પ્રતિભા વિકસાવવાની અનુકૂળ તકો આપવામાં આવે છે.

અમારો વિશ્વાસ છે કે દરેક બાળક અનોખું છે અને દરેક બાળકમાં કંઈક વિશેષ કરવાની ક્ષમતા છે. શિક્ષકો, વાલીઓ અને શાળા સાથે મળીને કાર્ય કરે તો દરેક વિદ્યાર્થી સજ્જન, સ્વાવલંબી, જવાબદાર, સંવેદનશીલ અને સફળ નાગરિક બને.

આપ સૌના સહકાર અને વિશ્વાસથી અમારી શાળા શિક્ષણક્ષેત્રે સતત નવી ઊંચાઈઓ સર કરે અને નવી પેઢીના ઉજ્જ્વળ ભવિષ્ય માટે પ્રેરણારૂપ બને એવી અભિલાષા.

ધન્યવાદ.